<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરમાં નરસંગ ટેકરીની શાળામાં સ્થળાંતરીતોના આરોગ્યની ચકાસણી કરાઈ

આર.બી.એસ.કે. ની ટીમે આશ્રિતોના આરોગ્યની ચકાસણી અને આઈ.ઈ.સી. ની કામગીરી કરી

પોરબંદરમાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં જોખમી અને નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં આવેલા નરસંગ ટેકરી વિસ્તારમાં પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરીતોને આશ્રય આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના સ્વાસ્થ્યની પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આર.બી.એસ.કે. ની ટીમે આશ્રિતોના આરોગ્યની ચકાસણી અને આઈ.ઈ.સી. ની કામગીરી કરી હતી.

(7:15 PM IST)