<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

માળિયા-કચ્છ નેશનલ હાઈવેને વ્યાપક નુકશાન, રેલ્વે ટ્રેક ધોવાઈ જતા તાત્કાલિક રીપેરીંગ શરુ.

માળિયા નજીક રેલ્વે ટ્રેકને ભારે નુકશાન : જીલ્લા પ્રભારી મંત્રી માળિયાની મુલાકાતે પહોંચ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જીલ્લામાં સારા વરસાદ તેમજ ઉપરવાસની સતત આવકને પગલે જીલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે અને ડેમ ઓવરફલો થતા મચ્છુ ૨ અને ૩ ના પાણી છોડવામાં આવતા માળિયા પંથકમાં તારાજી સર્જાઈ છે જેમાં હાઈવેને ખાસ્સું નુકશાન થયું છે તો રેલ્વે ટ્રેક પણ ધોવાઈ જવા પામ્યા છે
મોરબી જીલ્લામાં ભારે વરસાદને કારણે માળિયા પંથકમાં તારાજી સર્જાઈ હતી ડેમના પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવતા માળિયા પંથકમાં પાણી પહોંચ્યું હતું જેને પગલે માળિયા કચ્છ નેશનલ હાઈવે ૨૪ કલાક કરતા વધુ સમય સુધી બંધ રાખવો પડ્યો હતો બુધવારે હળવા વાહનોને થોડા થોડા પસાર કરવાનું શરુ કરવામાં આવ્યું હતું માળિયાની સ્થિતિને પગલે જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા પણ માળિયાની મુલાકાતે પહોંચી ગયા હતા માળિયા હાઇવે પર મંત્રી અને અધિકારીઓના વાહન પસાર કરી સ્થિતિનો તાગ મેળવી બાદમાં નાના વાહનોને પસાર કરવાનું શરુ કરવામાં આવ્યા હતા

માળિયા નજીક રેલ્વે ટ્રેકને ભારે નુકશાન

ભારે પાણીના પ્રવાહને પગલે માળિયા નજીકથી પસાર થતી રેલ્વે લાઈનને પણ નુકશાન પહોંચ્યું હતું અનેક સ્થળોએ રેલ્વે ટ્રેક ધોવાઈ જવા પામ્યા હતા ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયા પાસે રેલ્વે ટ્રેકને નુકશાન થતા રેલ્વે વિભાગે તાકીદે રીપેરીંગ કામગીરી શરુ કરી છે

જીલ્લા પ્રભારી મંત્રી માળિયાની મુલાકાતે પહોંચ્યા

જીલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા માળિયા સામખીયારી હાઈવે પર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે હાઈવે પર પાણી પહોંચી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો તે સ્થળની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું માળિયાના હરીપર પાસે હાઈવે પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવ્યો હતો જે અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી

મંત્રીએ સ્થળ પર પહોંચી ત્યાં ફરજ પરના અધિકારીઓ સાથે રસ્તા પર પાણી ચડ્યા બાદ કેવી સ્થિતિ સર્જાઈ, કેવી રીતે લોકો ફસાયા,  તેમને રેસ્ક્યું કેવી રીતે કરાયું, હાલ પાણીનું લેવલ, સંભવિત કેટલા સમયે વાહન વ્યવહાર ફરી શરૂ કરી શકાય એમ છે વગેરે બાબતે ચર્ચા કરી હતી.

(7:58 PM IST)