News of Wednesday, 28th August 2024
પોરબંદરના વડાળા ગામે ડેમના પાણીના પ્રચંડ પ્રવાહને લીધે જ્યાં પહોંચવું કપરું હતું ત્યાં તંત્રની સંયુક્ત ટીમે પહોંચીને ચાર બાળકો સહિત ૧૧ લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા : જુઓ વિડિઓ
જિલ્લા તંત્ર એ નેવી ,ફાયર બ્રિગેડ, પોલીસ, અને પંચાયત રેવન્યુ મળી સંયુક્ત ટીમ બનાવીનેસરાહનીય કામગીરી કરી

પોરબંદર નજીક વડાળા ગામની સીમમાં મેઢાક્રિક ડેમના પ્રચંડ પ્રવાહને લીધે વાડી વિસ્તારમાં તો તરફ પાણી ભરાઈ જતા અહીં ચાર બાળકો સહિત ખેડૂત પરિવારના 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા.
પાણીની સપાટી વધતા આ વ્યક્તિઓને જોખમી પરિસ્થિતિ થાય તે પહેલા પોરબંદરના જિલ્લા તંત્ર એ નેવી ,ફાયર બ્રિગેડ, પોલીસ, અને પંચાયત રેવન્યુ મળી સંયુક્ત ટીમ બનાવીને જે સ્થળે પહોંચવું કપડું હતું તે સ્થળે પહોંચીને ચાર બાળકો સહિત ૧૧ વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. ફસાયેલા વ્યક્તિઓમાં કેટલાક પરિવારો પરપ્રાંતિય પણ હતા તમામને જરૂરી મદદ કરી તંત્ર દ્વારા સહાનીય કામગીરી કરવામાં આવી હતી તેમ પોરબંદરના પ્રાંત અધિકારી સંદીપ જાદવે આ બાબતની વિગત આપતા જણાવ્યું હતું.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
