તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
પોરબંદર જિલ્લા વહીવટી તંત્રનો ઝીરો કેઝ્યુઆલિટીનો અભિગમ
જે ગામો આજે બેટમાં ફેરવાયા છે ત્યાં પાણી ફરી વળે એ પહેલા સલામત સ્થળે લાવવામાં આવેલી 12 સગર્ભા બહેનોની હોસ્પિટલમાં ડિલિવરી થઈ

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કરીને જિલ્લા પંચાયત આરોગ્ય તંત્રની ટીમે હવામાન વિભાગની આગાહી બાદ સરકારના માર્ગદર્શનમાં જ્યાં દર વખતે પાણીને લીધે વિકટ પરિસ્થિતિ ઉભી થાય છે એવા વિસ્તારોને આઇડેન્ટીફાય કરીને આ દિવસોમાં ડિલિવરી થવાની હોય તે સગર્ભા બહેનોને સલામત રીતે ખસેડવાની કામગીરી કરી હતી.
આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવી હતી.આજે બાર બહેનોને સફળ ડિલિવરી થઈ હતી.બહેનોની આરોગ્ય તકેદારી રાખવા કર્મચારીઓને જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતું.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
