તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ધોધમાર વરસાદ વચ્ચે જામનગર તાલુકાના વધુ અસરગ્રસ્ત આમરા અને બેડ ગામની પરિસ્થિતિનું કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે નિરીક્ષણ કર્યું
પાણીમાં ફસાયેલા હોય તેવા નાગરિકોનું રેસ્ક્યુ કરવું, ફૂડ પેકેટ પૂરા પાડવા, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાવી બચાવ અને રાહત કામગીરી કરવા અંગે અધિકારીઓને સૂચન કર્યું

જામનગર:જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સૌથી વધુ વરસાદ જામનગર તાલુકામાં નોંધાયો છે. જેમાં જામનગરના આમરા અને બેડ ગામો જળમગ્ન થયા છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ, અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ તાત્કાલિક અસરથી જામનગર આવી પહોચ્યા હતા. અને આમરા અને બેડ ગામની અતિવૃષ્ટિમાં સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ પાણીમાં ફસાયેલા હોય તેવા નાગરિકોનું રેસ્ક્યુ કરવું, ફૂડ પેકેટ પૂરા પાડવા, લોકોને સુરક્ષિત આશ્રય સ્થાન અપાવી બચાવ અને રાહત કામગીરી કરવા અંગે અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
