<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામે ૦૮ લોકોને હેલિકોપ્ટરની મદદથી સફળતાપૂર્વક રેસ્કયું કરાયું

લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદના કારણે પાણી ભરાયાં છે. ત્યારે લોકોના જાન માલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, ફાયર સહિતના વિભાગો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે ભારે વરસાદના કારણે ૦૮ જેટલા લોકો ફસાયા હોવાની જાણ થતાં કલેકટર જી.ટી.પંડ્યા માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર ટીમે સતર્કતા દાખવી આ તમામ લોકોના રેસ્ક્યુ  માટે કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા છે

(9:51 PM IST)