તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ખંભાળીયાના રામનાથ વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવવા પ્રભારી સચિવ એમ.એ.પંડ્યા તથા કલેકટર જી.ટી.પંડ્યા
ઘી ડેમ ઓવરફ્લો થતાં પાણીના પ્રચંડ પ્રવાહને કારણે ઘણા ખરા લોકોને સલામત રીતે શેલ્ટર હોમ ખાતે ખેસડવામાં આવ્યા

ખંભાળીયા :પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે સતત કાર્યશીલ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજરોજ પ્રભારી સચિવ એમ.એ .પંડ્યા, કલેકટર જી.ટી.પંડ્યાએ ખંભાળિયા શહેરના રામનાથ વિસ્તારની મુલાકાત લઈ વરસાદની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ઘી ડેમ ઓવરફ્લો થતાં પાણીના પ્રચંડ પ્રવાહને કારણે ઘણા ખરા લોકોને સલામત રીતે શેલ્ટર હોમ ખાતે ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ફૂડ પેકેટ સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ શેલ્ટર હોમની મુલાકાત લઈ પ્રભારી સચિવ, કલેકટર સહિતના અધિકારીઓએ જિલ્લા વહીવટી તંત્ર સતત નાગરિકોને પડખે ઊભું છે તેમ આશ્વસ્ત કર્યા હતા.
(10:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
