<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરમાં ભારે વરસાદ ને લીધે વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ: જુઓ વિડિઓ

પોરબંદરના સેવાભાવી અને રાજકીય અગ્રણી રામદેવ ભાઈ મોઢવાડિયા અને તથા તેમની ટીમે શહેરના નરસંગ ટેકરી, સુભાષનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી: ઇજનેરો સાથે જેસીબી મદદથી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી

પોરબંદર શહેરમાં છેલ્લા દોઢ દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હજુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જુદા જુદા વિસ્તારમાં પાણી ભરાતા રાજકીય અને સામાજિક આગેવાન તથા તેમની ટીમ મદદ દોડી હતી તથા જુદા જુદા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી કરાવી હતી.

પોરબંદરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને પોરબંદરના ખીજડી પ્લોટથી છાયા ચોકી સુધીના વિસ્તારમાં અને રાજીવ નગર સહિતના નરસંગ ટેકરીના જુદા જુદા સોસાયટીના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને તેના કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એ જ રીતે જ્યુબેલી અને બોખીરા વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને અવર-જવરમાં મુશ્કેલી વેચવી પડી રહી છે અને આ બાબતે રાજકીય અગ્રણી એવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાનું ધ્યાન દોરવામાં આવતા તેઓએ પોરબંદર નગરપાલિકાના તંત્ર અને વહીવટી તંત્રની મદદથી જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાવી હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યાંથી લોકોના સ્થળાંતર સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જ્યારે જ્યારે વરસાદમાં લોકો હેરાન થતા હોય ત્યારે ત્યારે રામદેવભાઈ મોઢવાડિયા તેમની ટીમ સાથે હરહંમેશ ખડે પગે રહે છે ત્યારે સુભાષનગર જેવા સાગર પુત્રોના વિસ્તારમાં પણ તેઓ દોડી ગયા હતા અને અલગ અલગ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને વરસાદી પાણીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સમયસર નિકાલ થાય તે માટેની યોગ્ય વ્યવસ્થા તંત્ર ગોઠવે તેવી માંગ કરી હતી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા મારફતે પણ તે અંગે સૂચનાઓ અપાવી હતી


 

(11:27 PM IST)