<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરના બરડા પંથકમાં ડેમ તૂટવાની ખોટી અફવાઓથી સાવધાન : સામાજિક અને રાજકીય અગ્રણી રામદેવ ભાઈ મોઢવાડિયાની જાહેર જનતાને અપીલ

પરેશ પારેખ, પોરબંદર : પોરબંદર જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળા અને ડેમો છલકાયા છે. પોરબંદરના બરડાપંથકના દેવરિયા નજીક આવેલ વેરાડી ડેમ નબળો થયો છે, ડેમ તૂટવાનો છે તેવી અફવાઓ ફેલાઈ રહી છે ત્યારે પોરબંદરના સામાજિક અને રાજકીય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એ વિડીયો સંદેશના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી છે કે ડેમ તૂટવાની અફવાઓથી દૂર રહેવું અને હાલ પોરબંદરના બરડા પંથકમાં તમામ ડેમો સલામત છે.

ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ, બરડા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો છે ત્યારે લોકોએ નદીના પટ પર અવરજવર ન કરવા અને પાણીમાં જીવના જોખમે વાહનો કે લોકોએ પસાર ન થવા સામાજિક અને રાજકીય અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ અપીલ કરી છે.

(11:39 PM IST)