તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
યાત્રાધામ વીરપુર પાસે ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરતા ટ્રાફીકજામ દ્રશ્યો સર્જાયા.
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે નં.27 પર વીરપુર નજીક વાહન વ્યવહાર ખોરવાયો: વીરપુર બાયપાસ હાઈવે પર બે થી ત્રણ કિલોમીટર વાહનોની લાઈનો લાગી

વીરપુર : સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ભારે વરસાદનો કહેર વર્તાવ્યો છે ત્યારે યાત્રાધામ વિરપુરમાં પણ છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાયા હતા ત્યારે યાત્રાધામ વીરપુર બાયપાસ નજીક ભારે વરસાદને કારણે રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે નં.27 પર વીરપુર નજીક વાહન વ્યવહાર ખોરવાયો હતો
સિક્સ લેન રોડ નું કામ ચાલુ હોવાથી વીરપુર હાઈ વે પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભારે પર ભાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતા,વીરપુર બાયપાસ વછરાજ હોટેલ પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા તો બીજી તરફ સિક્સ લેન રોડનું કામ ચાલુ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીઓમાં મુકાયા હતા
સિક્સ લેન રોડ બનાવવાની કામગિરી કરતા વરાહા ઇનફા.લિમિટેડ કંપની દ્વારા અનેક જગ્યાએ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી છે પરંતુ તેમની સાઈડમાં કોઈપણ જાતની ડાઈવર્જન રોડમાં સગવડો રાખવામાં આવી ન હોવાથી યાત્રાધામ વીરપુર પાસે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે તેમજ સિક્સ લેન રોડની કામગીરીમાં અનેક જગ્યાએ મસ મોટા ખાડા ખબડા હોય હાલ ચોમાસાની ઋતુને લઈને ભારે વરસાદ વરસે છે ત્યારે વાંરવાર વાહન વ્યવહાર ખોરવાઈ છે જેમને લઈને અનેક અકસ્માત પણ થયા છે અને અનેક લોકોના જીવ પણ ગયા છે ત્યારે વિરપુર હાઈવે પર વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે
,યાત્રાધામ વીરપુરમાં છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદને કારણે હાઈવે પર અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાતા તંત્ર દ્વારા રાજકોટ- જેતપુર વચ્ચે વાહન વ્યવહાર યાત્રાધામ વીરપુર ગામના જૂના રસ્તા પર થઈને ડાયવર્ટ કરાયો છે જેમને લઈને હાઈવે પરના તમામ વાહનો વીરપુર ગામ અંદર પસાર થઈને ચાલી રહ્યા હોવાથી રાહદારીઓને પણ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે, વીરપુર નજીક હાઈવે પર સિક્સ લેન રોડની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ડાઈવર્જન તેમજ મસમોટા ખાડાઓ પર વ્યવસ્થિત રોડ કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
