તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
મોરબીના હજનાળી ગામે ગોઠણસમાં પાણીમાં નીકળી અંતિમયાત્રા: સ્મશાન ઊંચાઈમાં હોવાથી અગ્નિદાહ દઇ શકાયો
ભારે વરસાદના કારણે ઉદભવેલી પુર જેવી સ્થિતિના કારણે આ પરિવારને ભારે મુશ્કેલી વેઠવી પડી

મોરબી પંથકમાં કુદરતના કહેરે અનેક નુકસાની સર્જી છે. લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જો કે હજનાળી ગામે એક તરફ પરિવારના સભ્યનું નિધન અને બીજી તરફ ગોઠણસમાં ભરાયેલા પાણી. આ પરિવારને અંતિમયાત્રામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોરબીના હજનાળી ગામના સરપંચ મહેશભાઈ પરેજિયાના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે 4 વાગ્યે ઠાકોર સમાજના નરશીભાઈ લક્ષ્મણભાઈ ધંધુકિયાનું અવસાન થયું હતું. તેઓની અંતિમ યાત્રા સવારે 10:30 વાગ્યા આસપાસ નીકળી હતી. આ અંતિમયાત્રામાં ગોઠણસમાં પાણીમાં સ્મશાન સુધી જવું પડ્યું હતું.
જો કે સ્મશાન ઉંચાઈવાળા વિસ્તારમાં હોવાથી ત્યાં કોઈ મુશ્કેલી સર્જાઈ ન હતી. બીજું કે સેવાભાવી લોકો દ્વારા સૂકા લાકડાની વ્યવસ્થા કરી આપવામાં આવતા અગ્નિદાહમાં પણ કોઈ અડચણ આવી ન હતી. પણ ઠાકોર સમાજના વ્યક્તિના આકસ્મિક નિધનથી પરિવાર શોકમગ્ન હતો. તેવામાં ભારે વરસાદના કારણે ઉદભવેલી પુર જેવી સ્થિતિના કારણે આ પરિવારને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
