તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
ઊના પંથકમાં રાવલ ડેમ અને મચ્છુન્દ્રિ ડેમ સતત ત્રીજા દિવસે ઓવર ફલો થતાં બન્ને નદીમા ઘોડાપુર
પાણીની આવક 4567 ક્યુસેક મીટરની હોય ડેમની સપાટી 18, 70મીટર જાળવી રાખવા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા:જુઓ વિડિઓ

ઊના શહેર અને તાલુકામા મેઘરાજા ધીમી ધારે પવન સાથે વરસાદના ઝાપટાં વરસી રહ્યું છે સાંજ સુધીમાં 9મી.મી. વરસાદ વરસી ગયો છે મોસમનો કુલ વરસાદ 599મી.મી. એટલે 24ઇંચ થયો છે ગ્રામ્ય પંથકમા બાર કલાકનો એક ઇંચ વરસાદ વરસી ગયો છે
ઊના ગીર ગઢડા તાલુકા અને દીવ ઘોઘલા વિસ્તારમાં પીવાનુ પાણી પૂરું પાડતા રાવલ ડેમ આજે સતત ત્રીજા દિવસે પણ પાણીની આવક 4567 ક્યુસેક મીટરની હોય ડેમની સપાટી 18, 70મીટર જાળવી રાખવા ડેમના બે દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ 97, 28ટકા ભરેલ છે પાણીની આવક સામે જાવક 4567 ક્યુસેક હોય રાવલ નદીમા પુર આવેલ છે.
ઊના અને ગીર ગઢડા તાલુકાને પીવાનુ અને સિંચાઇનું પાણી પૂરું પાડતા કોદીયા ગામની સીમ માં આવેલ મચ્છુન્દ્રિ ડેમ સતત ત્રીજા દિવસે પણ ઉપર વાસ વરસાદની કારણે પાણીની આવક આવતા ડેમ પુરે પુરો ભરાઈ અને 20 સે. મી ઓવર ફલો થઈ રહીયો છે જેને કારણે મચ્છુન્દ્રિ નદી મા પુર આવેલ છે કોદીયાથી નવાબંદર સુધી નદી બે કાઠે વહે છે. ડેમ ઉપર આજે 56 મી.મી. વરસાદ વરસી ગયો છે મોસમ નો કુલ 976મી.મી. 39ઇંચ નોંધાયો છે.
( નવીન ભાઈ જે જોશી -ઊના)
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
