<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

જામનગર જળબંબાકાર :ચોતરફ પાણી ભરાયા : વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ

વોરાનો હજીરો અને લોકમેળો પાણીમાં જળમગ્ન: જામનગરથી દ્વારકા તરફ જતો હાઈવે પાણીમાં ગરકાવ : ટોલનાકુ પાણીમાં ગરક: દૂર-દૂર સુધી પાણીમાં સમાયેલી સોસાયટીના રહેણાંક મકાનો

જામનગર :મેઘરાજાએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને રીતસરના ઘમરોળી નાંખ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.

 ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જામનગર શહેરમાં આવેલ વોરાનો હજીરો અને લોકમેળો પાણીમાં જળમગ્ન થઈ ગયા છે. આ સિવાય દૂર-દૂર સુધી પાણીમાં સમાયેલી સોસાયટીના રહેણાંક મકાનો જોવા મળી રહ્યા છે.

જામનગરથી દ્વારકા તરફ જતો હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર આવેલ ટોલનાકાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ટોલનાકુ પાણીમાં ગરક જોવા મળી રહ્યું છે. હાલ તો ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના પંચાયત વિભાગ અંતર્ગત આવતા 7 જેટલા રસ્તાઓ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યા છે.

પૂર વચ્ચે ફસાયેલા લોકોને SDRF, આર્મી અને એરફોર્સની મદદથી રેકસ્યુ કરવામાં આવી રહ્યા છે. આજે વિભાપર અને નથુવડલા ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા 24 જેટલા લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અત્યારે આર્મીની બે ટીમ જામનગર જિલ્લામાં કાર્યરત છે. રાજકોટથી આર્મીની એક ટીમ અને NDRFની એક ટીમની મદદ લેવામાં આવી છે. 

(12:38 AM IST)