તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
જામનગર જિલ્લામાં સીઝનનો સૌથી વધુ જામજોધપુર માં ૫૪ ઇંચ પડ્યો: જ્યારે છેલ્લા ૧૮ કલાકમાં જિલ્લામાં સવા બે ઇંચ થી ૬.૫ ઇંચ સુધીનો વરસાદ પડી ગયો

જામનગરમાં આજે રાત્રિ સુધીમાં સુધીમાં જામજોધપુરમાં સીઝનનો સૌથી વધુ ૫૪ ઇંચ, કાલાવડમાં ૫૩.૫ ઇંચ, જામનગર અને લાલપુરમાં ૪૫ ઇંચ, જોડીયા પંથકમાં ૪૨ ઇંચ અને ધ્રોલમાં ૨૯ ઇંચ પડી ગયો છે.
જ્યારે આજે સવારે છ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ૧૮ કલાકમાં જામનગરના લાલપુરમાં ૬.૫ ઇંચ, જામજોધપુરમાં સાડા પાંચ ઇંચ, કાલાવડમાં છ ઇંચ, જામનગરમાં ૪ ઇંચ, જોડીયામાં અઢી ઇંચ અને ધ્રોલમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે. મુકુંદ બદીયાણી અકિલા જામનગર
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
