<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

દરેડમાં સ્થળાંતરીત કરાયેલા ૧૫૦૦ લોકો માટે તંત્રના સહયોગથી સેવાભાવીઓ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ ચાલુ: જુઓ વિડિઓ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે સ્થળનું નિરીક્ષણ કરી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા

જામનગર: જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત જગ્યાઓ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે દરેડ, ચેલા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં અને ઝૂંપડાઓમાં રહેતા ૧૫૦૦ જેટલા લોકોનું દરેડ પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

    આ લોકોને જમવાનું મળી રહે તે માટે દરેડ જીઆઇડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયં સેવક, દરેડ ગામના આગેવાનો અને સેવાભાવીઓ દ્વારા છેલ્લા બે દીવસથી તંત્રના સહયોગથી બન્ને ટાઇમ ૧૫૦૦ જેટલા લોકો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અને નાના બાળકોને પીવા માટે દૂધની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
   કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલે દરેડ ખાતે એક કારખાનામાં મજૂરો અને અનેક
પરિવારો માટે તૈયાર થઈ રહેલ ફૂડ પેકેટની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ૨૫ કેટલા સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.

 

(1:27 AM IST)