<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વહેલી સવારથી કચ્છમાં વાવાઝોડાની અસર શરૂ: બીપાયજોય વાવાઝોડાની યાદ અપાવતો પ્રચંડ પવન ફૂંકાઈ રહ્યો છે વીજળી બોલ જીઓનું નેટવર્ક ઠપ્પ: કાળા ડીબાંગ વાદળો સાથેનું આકાશ અને સૂસવાટા મારતાં પવનના ભયાનક અવાજ ધ્રુજાવી દે છે: માંડવીમાં એક દિવસમાં ૧૬ ઈંચ અને પાંચ દિ'માં ૪૦ ઈંચ જેટલા વરસાદે જનજીવનને બેહાલ કર્યું

સવારે ૭ વાગ્યે: આજે શુક્રવારના મળસ્કે ૩.૩૦ વાગ્યાથી સમગ્ર કચ્છમાં સૌને બિપોરજોય વાવાઝોડું યાદ આવી ગયું છે. લાઈટ ગુલ છે, જીઓનું મોબાઈલ નેટવર્ક ઠપ્પ છે,  ભુજ સહિત સમગ્ર જિલ્લામાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. કાળા ડીબાંગ વાદળો સાથેનું આકાશ અને સૂસવાટા મારતાં પવનના અવાજ ડરામણા લાગી રહ્યા છે. ક્યારેક ધીમો તો ક્યારેક આકરો વરસાદ ચાલુ જ છે. 

જિલ્લામાં સૌથી વધુ વિકટ પરિસ્થતિ માંડવીની છે. ગઇકાલે એક દિવસમાં ૧૬ ઈંચ અને પાંચ દિ'માં ૪૦ ઈંચ જેટલા વરસાદે જનજીવનને બેહાલ કરી નાખ્યું છે. ઠેર ઠેર પાણીએ સર્જેલ તબાહી વચ્ચે આર્મી મદદે આવી છે. ૪૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. 

કાંઠાળ પટ્ટીના અન્ય બે તાલુકાઓ મુન્દ્રા અને અબડાસામાં પણ સતત વરસાદે પરિસ્થિતિ કફોડી કરી છે. મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે. 

કલેકટર અમિત અરોરાએ મધરાતે ખાસ પ્રજાજોગ આપેલ સંદેશામાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાયું હોઈ ત્રણ તાલુકાઓ માંડવી, અબડાસા, લખપતમાં કાચા મકાનો અને ઝૂપડામાં રહેતા લોકોને નજીકની શાળા, સમાજવાડી, પોતાના મકાનમાં આશરો આપવા લોકોને માટે અપીલ કરી છે. (વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(9:21 AM IST)