News of Friday, 30th August 2024
પડાણા-૩ાા, મોટા દેવડા-૩, મોટા ખડબા-રાાા, મોડપર, લતીપુરમાં સવા બે ઇંચ, જામનગરના દરેડમાં બે ઇંચ વરસી ગયો
હાલારમાં ગ્રામ્ય વિસ્તારમાં મેઘાનું જોર યથાવત રહ્યું: સર્વત્ર ૧ થી ૩ ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ :.. હાલારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત રહ્યો હોઇ તેને છેલ્લા ર૪ કલાકમાં પણ મેઘરાજાનું જોર રહ્યું હતું અને હાલારમાં સર્વત્ર ૧ થી ૩ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
જેમાં લાલપુરના પડાણામાં ૩ાા ઇંચ, કાલાવાડના મોટા દેવડામાં ૩ ઇંચ, લાલપુરના મોડા ખડબામાં પોણા ત્રણ ઇંચ ઉપરાંત લાલપુરના મોડપરમાં જોડીયાના લતીપુરમાં સવા બે ઇંચ, જામનગરના દરેડમાં બે ઇંચ પાણી પડી ગયું હતું.
આજે સવારે ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ર૪ કલાકમાં પડેલો વરસાદ નીચે મુજબ છે.
જામનગરના વસઇ ર૧ મી. મી., લાખાબાવળ ર૪ મી. મી., મોટી બાણુંગર ૩ર મી. મી., જામવંથલી ૩૬ મી. મી., મોટી ભલસાણ ૩૦ મી. મી., અલીયાબાડા રર મી. મી., દરેડ પ૦ મી. મી.,
જોડીયાના હડીયાણા ૪૦ મી. મી., બાલંભા ૪પ મી. મી., પીઠડ ૧ર મી. મી.,
ધ્રોલના લતીપુર પર મી. મી., જાલીયાદેવાણી ૦ મી. મી., લૈયારા ૩૬ મી. મી., કાલાવડના નિકાવા પ મી. મી., ખરેડી ૩ર મી. મી., મોટા વડાળા રપ મી. મી., ભલસાણ બેરજા ૧પ મી. મી., નવાગામ ૧૦ મી. મી., મોટા પાંચદેવડા ૭૮ મી. મી.,
જામજોધપુરના સમાણા ૧૬ મી. મી., શેઠ વડાળા રર મી. મી.,જામવાડી ૧૮ મી. મી., વાંસજાળીયા ર૩ મી. મી.,ધુનડા રપ મી. મી., ધ્રોફા ર૦ મી. મી., તથા લાલપુરના પીપરટોડા ૩૦ મી. મી., પડાણા ૮પ મી. મી., ભણગોર રર મી. મી., મોટા ખડબા ૭૦, મોડપર પપ, મી. મી., હરીપર ર૧ મી. મી. વરસાદ પડયો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
