News of Friday, 30th August 2024
મોટી ખીલોરીમાં માતા-પિતા સાથે કારમાં તણાયેલ પૂત્રનો મૃતદેહ મળ્યો
ધર્મેશ રાદડિયા (ઉ.વ.૧૧) એ જીવ ગુમાવ્યો : એક જ પરિવારના કુલ ૩ ભોગઃ બચાવમાં ડી.વાય.એસ.પી. કિશોરસિંહ ઝાલા અને ભાજપ અગ્રણી રાજુ ડાંગરની ટીમની જહેમત

ગોંડલ તાલુકાના મોટી ખીલોરીમાં ભારે પુરના કારણે કાર સાથે લાપત્તા બનેલ ધર્મેશ રાદડીયાની ભાળ મેળવવા બચાવ ટુકડી સાથે સ્થાનીક ડીવાયએસપી કે.જી.ઝાલા બોટમાં બેસી પાણીમાં ઉતર્યા હતા. તે વખતની તસ્વીર. (૪.૨૧)
રાજકોટ, તા., ૩૦ : ગોંડલ તાબેના મોટી ખીલોરી ગામમાં નદીમાં ત્રણ દિવસ પહેલા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાયેલ એક જ પરિવારના ૩ સભ્યો પૈકી બેના મૃતદેહ અગાઉ મળેલ. આજે ઘટના સ્થળથી એકાદ કી.મી. દુરથી લાપત્તા ત્રીજી વ્યકિતનો મૃતદેહ મળ્યાનું અને તેનું નામ ધર્મેશ જયેશભાઇ રાદડીયા (ઉ.વ.૧૧) હોવાનું જાણવા મળેલ છે. તેના માતા-પિતા બાદ પૂત્રનો પણ મૃતદેહ મળ્યો છે. બાબરા તાલુકાના રાઇસર ગામના આ એક જ પરિવારના ૩ સભ્યોનો ભોગ લેવાયો છે.
લાપત્તા ત્રણેયની ભાળ મેળવવા એન.ડી.આર.એફ.ની ટીમ સાથે નાયબ પોલીસ અધિક્ષક કિશોરસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ રાજુભાઇ ડાંગર, અગ્રણી ભરતભાઇ ચોવટીયા અને તેમના સાથીદારોએ અવિરત સહયોગ આપી માનવતા મહેકાવી હતી.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
