<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

દ્વારકા જિલ્લામાં વરસાદ કે વાવાઝોડાની હવે કોઇ શકયતા નથીઃ કનુભાઇ કણઝારીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૩૦: ખંભાળીયા-દ્વારકામાં રાજયમાં સૌથી વધુ વરસાદ થતા તથા ૩ દિવસથી લોકોના ટીવી, વાઇફાઇ, ચેનલો બંધ હતી.  ગઇકાલે ચાલુ થતા જ સોશ્‍યલ મીડીયા, યુ ટયુબ પર વાવાઝોડાની ભયભીત કરનાર સંભવનાથી લોકો ભયભીત થઇ ગયા હતા.

વાવાઝોડાથી ગત વખતે અનેક લોકોની સોલાર પેનલો ઉડી જતા દરેકને પ૦-૬૦ હજારનું નુકશાન પણ થયું હોય. ગઇકાલે   ભારે પવન ફુંકાતા અને વાવાઝોડાના ખબરના પગલે કેટલાક ઉતારવા મંડયા હતા. તથા વરસાદ હવે આવશે તો શું થશે? નો ભય હતો પણ ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવેલકે હવે વરસાદની શકયતા નથી. માત્ર હળવા ઝાપટા પડશે. ૪-૯-ર૪ આસપાસ વરસાદનો હળવો રાઉન્‍ડ આવશે તથા વાવાઝોડાની કોઇ સંભાવના હાલ નથી.

ખંભાળીયા દ્વારકામાં ૧પ-ર૦ ઇંચ વરસાદની તેમણે અગાઉની આગાહી કરી હતી અને વરસાદ દ્વારકા-ઓખા થઇને નીકળી જશે તેવું જ ગઇકાલે થયું હતું. દ્વારકા-ઓખામાં સૌથી વધુ વરસાદ સાથે વરસાદે વિદાય લીધી. આજે સુર્ય પ્રકાશીત વાતાવરણ છે.

(12:31 PM IST)