<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

માળિયા શહેરમાં અસરગ્રસ્‍ત વિસ્‍તારની મુલાકાતે કલેકટર

મોરબી તા. ૩૦ : મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. જેથી જિલ્લા વાસીઓની સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. હવે વરસાદ બાદ જનજીવન પૂર્વવત બની રહે તે માટે જિલ્લા કલેક્‍ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

કલેક્‍ટરએ મોરબી જિલ્લામાં માળીયા પંથકના અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સ્‍થળ પર જઈ પરિસ્‍થિતિનું મૂલ્‍યાંકન કર્યું હતું ઉપરાંત ઉપસ્‍થિત નાગરિકો સાથે સંવાદ કરી તેમની સમસ્‍યાઓ જાણવાનો પણ ઙ્કયત્‍ન કર્યો હતો તેમજ લોકોને વહીવટી તંત્ર દ્વારા જોઈતી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે તેવી સાંત્‍વના પણ આપી હતી.(૨૧.૧૭)

મોરબીઃ પ્રભારી મંત્રી પાનશેરિયાએ અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત લીધી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા ૩૦: મોરબી જિલ્લામાં અતિભારે વરસાદના પગલે વાવડી રોડ ઉપર આવેલી કપોરીની વાડી વિસ્‍તારમાં ઢીંચણ સમાણા પાણી ભરાયા હતા. જેથી આ વિસ્‍તારના નાગરિકો દ્વારા દેવાભાઈ અવાડિયાને ફોન મારફત પાણી નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી દેવાભાઈ અને અમિતભાઈ ગામી દ્વારા અસરગ્રસ્‍ત વિસ્‍તારોની મુલાકાત કરી જરૂરી સાધનો જેસીબી સાથે કર્મચારીઓ અને વહીવટી તંત્રને સૂચનો આપી આ સમસ્‍યામાંથી માત્ર ૩૦ મિનિટની અંદર જ પાણીનો નિકાલ કરાવ્‍યો હતો. પાણીનો નિકાલ થઈ જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો અને તાત્‍કાલિક મદદ બદલ દેવાભાઈ અવાડિયા અને અમિતભાઈ ગામીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(12:45 PM IST)