News of Friday, 30th August 2024
પડધરીના ભાયુના દોમડાગામે જન્માષ્ટમી પર્વમાં જાહેરમાં ફાયરીંગ કરનાર બે પકડાયા
રાજકોટના અલ્પેશ ભંડેરીએ તેના મિત્ર રસીક પાદરીયાના હથિયારમાંથી ફાયરીંગ કયું હતું: વિડીયો વાયરલ થયા બાદ પડધરી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા.૩૦: ભાયુના દોમડા ગામે જન્માષ્ટમી પર્વ જાહેરમાં ફાયરીંગ થયાનો વિડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થયા બાદ પડધરી પોલીસે જાહેરમાં ફાયરીંગ કરનાર તથા હથિયારધારક રાજકોટના શખ્સને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ભાયુના દોમડા ગામે જન્માષ્ટમી ઉત્સવમાં જાહેરમાં હવામાં ફાયરીંગ કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડીયામં વાયરલ થતા પડધરી પી.એસ.આઇ ગજુભા ઝાલા તથા એ.એસ.આઇ ભગીરથસિંહ જાડેજાએ તપાસ કરતા દોમડા ભાયુના ગામે જુની પ્રાથમિક શાળાની સામે આવોે પ્રોવીઝન સ્ટોરની સામે બાકડા ઉપર બેસી રાજકોટની જન્માષ્ટમીનો તહેવાર કરવા માટે આવેલ મુળ દોમડાભાયુના ગામના વતની અલ્પેશ મોહનભાઇ ભંડેરી એ રાધીકા પાર્ક મવડીએ તેના ભાઇ રસીક નરસીભાઇ પાદરીયા રે. મવડી પ્લોટ ૧૭/૧૮ સોરઠીયા પરિવારની વાડીની બાજુમાં રાજકોટના પરવાનાવાળી રિવોલ્વરમાંથી એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યાનું ખુલ્તા બંન્ને સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરાઇ હતી
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
