<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

બંદરના સિગ્નલ નંબર જોઈને કઈ રીતે નક્કી કરશો કે કેટલું જોખમ છે ? જાણો ઉપયોગી માહિતી

હાલ ઓખા બંદરે ચાર નંબરનું સિગ્નલ: જાણો દરેક નંબર અને તેનું અર્થઘટન:રાત્રે સિગ્નલ નંબર ન દેખાય તો લાઈટના આધારે કઈ રીતે નક્કી કરશો કે દરિયો તોફાની છે ?:દરિયામાં હાલની હવામાનની સ્થિતિના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર અને મત્સ્ય ઉદ્યોગ વિભાગનો અનુરોધ

 સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં  ભારે વરસાદ બાદ  દરિયામાં પણ લો પ્રેસરને કારણે પ્રતિકૂળ હવામાન છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માછીમારોને સાવચેત કરાયા છે અને ઓખા બંદર ખાતે ચાર નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.
    બંદર પર વિવિધ નંબરના સિગ્નલ અંગે અત્રે જાણકારી પ્રસ્તુત છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બંદર વિભાગના  સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે બંદર ઉપર વાવાઝોડાની પરિસ્થિતિ સમયની સંકેત નિશાનીઓ જેને બંદર સિગ્નલ્સ કહેવામાં આવે છે તે ૧ થી ૧૧ સુધી હોય છે. વાવાઝોડા સમયે બંદર ઉપરથી થતી સાયરન નિશાનીઓના આધારે માછીમારો તેમજ દરિયા કાંઠે રહેતા લોકોને સાવધ કરવામાં આવે છે.
બંદર ઉપરના સિગ્નલ અને તેના અર્થઘટન અને નિશાનીઓ જોઈએ તો પ્રથમ નંબરનું સિગ્નલ હોય ત્યારે હવા તોફાની અથવા સપાટી વાળી છે કે નથી અને વાવાઝોડું આવશે કે નહીં તેની ચેતવણી આપે છે. જ્યારે બે નંબરનું સિગ્નલ વાવાઝોડું થયું છે અને સિગ્નલ નંબર એક અને બે બતાવે છે કે બંદર છોડ્યા પછી વહાણોને બળનો સામનો કરવો પડશે . બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે તે એવું બતાવે છે કે સપાટી વાળી હવાથી બંદર ભયમાં છે. આ સિગ્નલ ઊંધા ત્રિકોણ પ્રકારનું હોય છે. ચાર નંબરનું સિગ્નલ કે જે આજે લગાડવામાં આવ્યું છે તે  વાવાઝોડાથી બંદર ભયમાં છે પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જણાતો નથી કે જેના માટે સાવચેતીના કોઈ પગલા લેવાની જરૂર પડે. જ્યારે પાંચ નંબરનું સિગ્નલ જેમાં થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે જેથી બંદર ઉપર ભારે હવા આવવાનો સંભવ છે. આ સિગ્નલમાં રાત્રે  ત્રણમાંથી નીચેની એક લાલ લાઈટ હોય છે. જ્યારે છ નંબરનું બંદર ઉપર સિગ્નલ લાગે ત્યારે ભય થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી ઉત્તર તરફનો કિનારો ઓળખવાનો સંભવ છે. જેથી બંદર ઉપર ભારે આવવાનો અનુભવ છે તેની નિશાનીમાં એક સીધું ત્રિકોણ અને નીચે નાનુ ચોરસ પ્રકારનો શેપ ધરાવતું સિગ્નલ દેખાય છે અને ત્રણ લાઈટમાંથી સૌથી ઉપરની લાઈટ લાલ હોય છે. સાત નંબરનું સિગ્નલ જે (ભય)પાતળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું  બંદર નજીક અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે જેમાંથી બંદરે ભારે તોફાની હવાનો સામનો કરવો પડે આ પ્રકારના સિગ્નલમાં બે ત્રિકોણ સામસામા અને નીચે નાનું ચોરસ એ પ્રકારનો શેપ દેખાય. જ્યારે રાત્રે ત્રણ લાઈટમાંથી વચ્ચેની લાઈટ લાલ હોય છે. આઠ નંબરનો સિગ્નલ જે મહાભય જેમાં ભારે જોર વાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થશે જેમાં એક ઊંધું ત્રિકોણ અને નીચે નાનું લંબચોરસનો શેપનું સિંગલ હોય અને ત્રણ લાઈટમાંથી નીચેની બે લાલ લાઈટ હોય છે, જ્યારે નવ નંબરનું સિગ્નલ કે જે તે દર્શાવે છે કે મહાભય કે જેમાં ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી ઉત્તર તરફ કિનારો ઓળંગવાનો સંભવ છે ,જેથી બંદરે બહુ જ તોફાની હવાનો અનુભવ થાય. આ સિગ્નલમાં એક ત્રિકોણ અને નીચે થોડી જગ્યા પછી લંબચોરસ પ્રકારની પટ્ટી જેવો શેપ અને રાત્રે ઉપરની બે લાઈટ લાલ હોય છે. જ્યારે ૧૦ નંબરનું સિગ્નલ દર્શાવે છે કે મહાભય ભારે જોર વાળુ વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાનો સંભવ છે આથી બંદરને ભારે તોફાની હવાનો અનુભવ થવાની શક્યતા છે. જેમાં એક ઉંધા પ્રકારનો ત્રિકોણ અને સામે તેનાથી નાના પ્રકારનો ત્રિકોણ અને થોડી જગ્યા પછી નીચે લંબ સ્વરૂપનો શેપ અને ત્રણ લાઇટમાંથી પહેલી અને ત્રીજી લાઈટ લાલ હોય છે. જ્યારે ૧૧ નંબરનું છેલ્લું સિગ્નલ જ્યારે મૂકવામાં આવે ત્યારે એવું દર્શાવાય છે કે જેમાં રાત્રે એક જ મોટી લાઈટ લાલ અને બે સામસામા ત્રિકોણ હોય છે જેનો અર્થ તાર વ્યવસ્થા બંધ, કોલાબા હવા ચેતવણીના કેન્દ્ર સાથેનો તાર વ્યવહાર ખોવાઈ ગયેલ છે કે જેથી સ્થાનિક અધિકારીનું માનવું છે કે ખરાબ હવામાનનો ભય છે તેવો અર્થ આ છેલ્લા નંબરમાં થતો હોય છે

(8:22 PM IST)