News of Friday, 30th August 2024
સાંસદ વિનોદ ચાવડા કાલે શનિવારે માળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે
હરિપર ગામની મુલાકાત લેશે.; માળીયા શહેરમાં અસરગ્રસ્તો સાથે સંપર્ક કરશે. .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરની અતિવૃષ્ટિના અનુસંધાનમાં થયેલ તારાજીનો તાગ મેળવવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા કાલે તા. 31ને શનિવારના રોજ માળીયા તાલુકાના હરિપર ગામની મુલાકાત લેશે. ત્યારબાદ માળીયા શહેરમાં અસરગ્રસ્તો સાથે સંપર્ક કરશે. આ ઉપરાંત તેઓ બપોરે 12.30 કલાકે જીકે હોટેલ ખાતે બેઠક કરશે. તેમ યાદીમાં જણાવાયું છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
