<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

મોરબીની ન્યુ પ્રજાપત સોસાયટી પાસે મોપેડની ડેકીમાંથી દારૂની ૫ બોટલ ઝડપાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ન્યુ પ્રજાપત સોસાયટીમાં પડેલ મોપેડની ડેકીમાંથી દારૂની ૫ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને મોપેડ સહિતનો મુદામાલ કબજે લીધો છે અને આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

   સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ન્યુ પ્રજાપત સોસાયટીમાં રેડ કરી હતી જ્યાં મોપેડ જીજે ૩૬ કે ૫૧૬૨ ની ડેકીમાં ચેક કરતા ડેકીમાંથી દારૂની ૫ બોટલ કીમત રૂ ૫૦૦૦ નો જથ્થો મળી આવતા દારૂ અને મોપેડ સહીત ૫૫ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો રેડ દરમિયાન આરોપી મોમજી પરબત સાવધાર રહે લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

(10:26 AM IST)