<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

રવાપર નજીક કેપિટલ માર્કેટ પાસેના રોડ અને એસપી રોડ સહિતના માર્ગો પર પડ્યા મસમોટા ખાડા, વાહન ચાલકો પરેશાન.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં ભારે વરસાદના કારણે હાલ લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીમાં અનેક વિસ્તારોમાં વરસાદમાં રસ્તા ધોવાઈ જતા ખાડા પડયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ દરમ્યાન રવાપર ગામ પાસે કેપિટલ માર્કેટ પાસનાં રોડ પર તેમજ એસપી રોડ સહિતના માર્ગો પર રસ્તા ધોવાઈ ગયા છે. તેમજ રસ્તાઓ પર મસ મોટા ખાડા પડી ગયા છે. આ ખાડા પડવાને કારણે લોકોને અવર-જવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ રસ્તામાં ખાડાને કારણે કોઈ અકસ્માત સર્જાય એ પહેલાં તાત્કાલિક ધોરણે રીપેર કરાવવા માગ ઉઠવા પામી છે.

(1:16 AM IST)