કચ્છ પરનો ખતરો ટળ્યોઃ અસના વાવાઝોડું ઓમાન ભણી ફંટાયું: જમીનનું ડિપ્રેશન દરિયાઇ ચક્રવાત બન્યું
ડીપ ડિપ્રેશન એ ૫૨ કિમી પ્રતિ કલાકથી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે નીચા દબાણવાળી સિસ્ટમ છે

ભુજ,તા.૧,
મોસમના સર્વાધિક વરસાદી તાંડવથી પરેશાની અને તારાજી અનુભવી રહેલા ગુજરાતને વાવાઝોડાથી છુટકારો મળ્યો છે. રાજ્યના સરહદી કચ્છ જિલ્લા પર તોળાતો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. કચ્છના દરિયાકાંઠે દિવસ દરમિયાન રચાયેલું વાવાઝોડું આસના, કોઈ મોટી અસર કર્યા વિના અરબી સમુદ્રમાં ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન અધિકારીઓએ શુક્રવારે સાંજે જણાવ્યું હતું. જો કે બદલાતા હવામાનને પગલે પશ્વિમ કચ્છમાં સખત પવન સાથે ઝરમર વરસાદ આખી રાત ચાલુ રહેતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. ગુરુવારની રાત્રે જિલ્લાના માંડવી-મુંદ્રા-અબડાસા પંથકમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ગઈકાલે અરબ સાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થતા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું.
કચ્છ કલેકટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સંભવિત વાવાઝોડું અંતે અરબી સમુદ્રમાં પાકિસ્તાન તરફ આગળ વધી જતાં હવે કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી ગઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં તે ભારતીય કિનારાથી દૂર ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે.
ડીપ ડિપ્રેશન એ ૫૨ કિમી પ્રતિ કલાકથી ૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે નીચા દબાણવાળી સિસ્ટમ છે, જ્યારે ચક્રવાતમાં ૬૩ કિમી પ્રતિ કલાક અને ૮૭ કિમી પ્રતિ કલાકની વચ્ચે પવનની ઝડપ હોય છે. શુક્રવારે સાંજે જારી કરાયેલા બુલેટીનમાં IMDએ જણાવ્યું હતું કે કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાનના આજુબાજુના વિસ્તારો પરનું ડીપ ડિપ્રેશન પ્રચક્રવાતી તોફાન અસના તીવ્ર બન્યું હતું અને ભુજથી લગભગ ૧૯૦ કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં કેન્દ્રિત થયું હતું કચ્છના દરિયાકાંઠે અને પાકિસ્તાન અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના આજુબાજુના વિસ્તારો પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા ૬ કલાક દરમિયાન ૬ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું,
IMD એ અગાઉ જણાવ્યું હતું કે શુક્રવારે સવાર સુધીમાં આ વિસ્તાર પરનું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે, જેના પગલે અધિકારીઓએ લોકોને સલામત સ્થળે ખસેડવા પગલાં લીધાં હતાં.
જો ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાય તો તેનું નામ અસના રાખવાનું જે પાકિસ્તાન દ્વારા ક્રમાનુસાર સૂચવવામાં આવ્યું હતું. જમીન પરનું ડીપ ડિપ્રેશન સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું હોવાની આ દુર્લભ ઘટના છે. અરબી સમુદ્રમાં ઓગસ્ટમાં ચક્રવાતની રચના પણ દુર્લભ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. IMD એ ચેતવણી આપી હતી કે, "આ સમયગાળા દરમિયાન, દરિયાની સ્થિતિ રફ રહેશે અને પવનની ઝડપ ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર ૭૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેન રૉયે જણાવ્યું હતું કે આ પહેલાં વર્ષ ૧૯૪, વર્ષ ૧૯૬૪ અને ૧૯૭૬માં આ પ્રકારનું દુર્લભ કહી શકાય એવું વાતાવરણ જોવા મળ્યું હતું. એ સમયે જમીનની ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન, એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી મેળવીને ભયાનક રૂપ લીધું હતું. અને છેલ્લે સમુદ્ર પર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું હતું.
૧૯૭૬ પછી ઓગસ્ટમાં અરબી સમુદ્રમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ આસ્ના નામનો અર્થ થાય છે પ્રસ્વીકારવા અથવા વખાણવા જેવુંષ્ ૈંસ્ડ્ઢ અનુસાર, ૧૮૯૧ અને ૨૦૨૩ ની વચ્ચે, ઓગસ્ટ દરમિયાન (૧૯૭૬, ૧૯૬૪ અને ૧૯૪૪માં) અરબી સમુદ્રમાં માત્ર ત્રણ ચક્રવાતી તોફાનો સર્જાયા હતા. ૧૯૭૬નું ચક્રવાત ઓડિશા પર ઉદ્દભવ્યું, પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, અરબી સમુદ્રમાં પ્રવેશ્યું, લૂપિંગ ટ્રેકને અનુસર્યું અને ઓમાનના કિનારે ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર નબળું પડ્યું.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આ ત્રણેય તાલુકાઓમાં કાચાં મકાનો અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. જોકે, બપોર બાદ વાવાઝોડાની અસર ઓછી થઈ છે. સાવચેતીના પગલા તરીકે, સ્થાનિક વહીવટીતંત્રે લગભગ ૩,૫૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા અને ઝૂંપડા અને માટીના મકાનોમાં રહેતા લોકોને અન્ય ઇમારતોમાં આશ્રય લેવા જણાવ્યું હતું. કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ચક્રવાત પહેલાથી જ દરિયામાં પ્રવેશી ચૂક્યું હોવાથી અને ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, તેથી દરિયાકાંઠે જ તેની થોડી અસર જોવા મળી હતી. કેટલાક વરસાદ અને નોંધપાત્ર ઝડપે ફૂંકાતા પવનોને બાદ કરતાં, અહીં કોઈ અસર થઈ ન હતી.કલેકટરની વધુ સાવચેતી દર્શાવતી સુચનામાં આજે પરોઢે ચાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી આસના વાવાઝોડાની અસર તળે કોસ્ટલ વિસ્તારના માંડવી, લખપત અને અબડાસા તાલુકામાં રેડ એલર્ટ જાહેર કરી હંગામી આવાસમાં રહેતા અને વરસાદથી અસરગ્રસ્ત બનેલા લોકોને સલામત સ્થળે ખસેસવામાં આવ્યા હતા. આ માટે તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓને ખડેપગે રાખાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
