<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

વિંછીયા તાલુકામા ભારે વરસાદ નુકશાનની સહાય અંગે સર્વે હાથ ધરાયો

૧૭ અસરગ્રસ્ત પરિવારોને મકાન નુકસાન સહાયના રૂ.૬૮ હજાર ચૂકવાયા: યુદ્ધના ધોરણે કામગીરી

રાજકોટ, : તાજેતરમાં રાજકોટ જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવસ-રાત જોયા વગર યુદ્ધના ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ આ કામ માટે જુદી જુદી ટીમની રચના કરવામાં આવી છે. જે અન્વયે પડધરી તાલુકા પંચાયત કચેરી ખાતે રાત્રીના સમયે પણ મકાન સહાય ચુકવણાની કામગીરી કર્મચારીઓ દ્વારા કરવામાં  આવી રહી છે.

 આ ઉપરાંત વિંછીયા તાલુકાના જુદા જુદા ગામમાં થયેલ તા.૨૬ ઓગસ્ટથી તા.૩૦ ઓગસ્ટ દરમ્યાન થયેલ ભારે વરસાદને કારણે કાચા-પાકા મકાનને થયેલ નુકશાનની સહાય અંગે સર્વે કરી ૧૭ અસરગ્રસ્ત પરિવારોને અંશત: મકાન નુકસાન સહાય પેટે પ્રત્યેક ઘરને રૂ. ૪૦૦૦ દીઠ કુલ ૧૭ પરિવારોને રૂ.૬૮૦૦૦/- ચૂકવવામાં આવ્યા છે. તેમ તાલુકા વિકાસ અધિકારી, વિછીયા દ્વારા જણાવાયું છે.

(2:27 PM IST)