News of Monday, 2nd September 2024
કચ્છમાં ભેંસો ચોરી કરનાર બનાસકાંઠાની ગેંગ ઝડપાઈ

ભુજ,તા. ૨: નખત્રાણાના સુખપર ગામેથી બે ભેંસ અને બે પાડા સહિત ૪ જીવ ચોરી કરવાની ફરિયાદ નોધાઈ હતી. પોલીસે તપાસ કરી મૂળ બનાસકાંઠાના અને હાલ નખત્રાણા પંથકમાં ખેત મજૂરી કરનાર પ્રવીણ ઉર્ફે પવો ભીલ, નરશી સુંડાજી ઠાકોર અને પ્રકાશ નરશી માજીરાણા ને ઝડપી ભેંસ લેનાર મયુદીન બલોચ સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ખેત મજૂરી દરમ્યાન આરોપીઓ રેકી કરી ભેંસ ચોંટી કરતા હતા. પોલીસે ભેંસ હેરફેર માટે વપરાયેલ બોલરો જીપ જપ્ત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
