<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સૌરાષ્‍ટ્રમાં વધુ વરસશે વરસાદ?

આવતા સપ્‍તાહથી વિતેલી સિસ્‍ટમ કરતા પણ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૨: વર્તમાને આઇએમડી ટેન ડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં આગામી તા ૮-૯ ના રાજ્‍યમાં અને ખાસ કરી સૌરાષ્‍ટ્રમાં રેડ કલર સાથે અતિભારે વરસાદી અવતરણ દર્શાવાયેલુ જોવા મળે છે.

બંગાળની ખાડીથી ઉદ્‌ભવેલી લો પ્રેશર સિસ્‍ટમ મધ્‍યપ્રદેશ થઇ ગુજરાતમાં અતિવૃષ્‍ટિનું તાંડવ રચી હજુ હમણા જ વિદાય થઇ છે. ત્‍યારે ફરી નવી ક્રમબધ્‍ધ બંગાળની ખાડીમાંથી જ ઉદભવીને ગુજરાત તરફ આવી રહેલી સિસ્‍ટમો પૈકી હાલની નવી સિસ્‍ટમ સંભવતઃ સપ્‍ટેમ્‍બરની બે-ત્રણ તારીખથી ગુજરાતમાં તેઓ પ્રભાવ પ્રસરાવવા માંડશે અને સપ્‍ટેમ્‍બરની ૮,૯ અને ૧૦ તારીખોમાં કદાચ આ સિસ્‍ટમ ગુજરાત મધ્‍યે હોય, વધુ વરસાદી જોખમ ઉભુ કરી શકવાની સંભાવના ને ભારતીય હવામાન વિભાગનો ફોરકાસ્‍ટ મેથમાં આધારને કારણે નકારી શકાતી નથી.  કદાચ વિતેલી સિસ્‍ટમથી પણ વધુ અતિવૃષ્‍ટિ ખાસ કરી સૌરાષ્‍ટ્રમાં આઇએમડીના આ મોડેલ મેપ્‍સમાં જોવા મળી રહી છે.

(11:04 AM IST)