News of Monday, 2nd September 2024
બગસરા સ્વામિનારાયણ મંદિરમાં સંતો વચ્ચે વિવાદ
મંદિરમાં અલગ અલગ જૂથ બની ગયા હોવાની ચર્ચાઃ પોલીસ જાપ્તો

(સમીર વિરાણી દ્વારા)બગસરા,તા.૨: બગસરા સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા ઘણા દિવસોથી સંતો વચ્ચે વિવાદ હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. જેને પગલે શનિવારે રાત્રે પોલીસ દ્વારા બંદોબસ્ત કરવાની ફરજ પડી હતી.ᅠ
નવા અને જૂના સંતો વચ્ચે અનેક બાબતોએ વિવાદ ચાલતો હોવાની વાત બહાર આવી હતી. જેને પગલે વારંવાર સંતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલ હોવાનું પણ હરિભક્તો વચ્ચે ચર્ચાય રહ્યું છે. સંતો વચ્ચેનો વિવાદ વધતા સાંજના સમયે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. સાથે સાથે આ ઘટનાને પગલે સાંજના સમયે અનેક હરિભક્તોના ટોળેટોળા મંદિર પરિસરમાં આવી પહોંચ્યા હતા. પોલીસ દ્વારા આ વિવાદને શાંત પાડવા માટે તેમજ સંતો વચ્ચે ચાલી રહેલા ઝઘડાનેᅠ પૂરો કરવા માટે પ્રયત્ન કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મંદિરના મુખ્ય સંતો બહાર હોવાથી નાના સંતો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોવાથી આવા બનાવો બની રહ્યા છે. મંદિરમાં છેલ્લા ઘણા સમયથી બે અલગ અલગ સભાઓ પણ થઈ રહી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. જોકે સમગ્ર ઘટનાને પગલે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ નથી. ધાર્મિક આસ્થાના સ્થળોમાં આવી ઘટના બનતા ચર્ચાનો વિષય બનેલ છે. (
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
