News of Monday, 2nd September 2024
જામનગરના ફલ્લા ગામમાં બિરાજમાન શ્રી હાટકેશ્વર મહાદેવનો મહિમા
શ્રાવણે શિવદર્શનમ્

(મુકેશ વરીયા દ્વારા) ફલ્લા તા. ર :.. ફલ્લા ગામે રામ મંદિરની નજીક જુના ગામમાં શ્રી હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલુ છે. આ મંદિર આશરે ૧૪૬ વર્ષ જુનું છે.
આ મંદિરને ત્રિવેદી પરિવારનાં સ્વ. હરજીવન દાદાએ બંધાવ્યું હતું. અને તે સમયે પ્રાણપ્રતિષ્ઠા કરેલ. સૂર્યના કિરણો સીધા જ શીવલીંગ પર પડે છે.
આ મંદિરનો છ વર્ષ પહેલા સમગ્ર ગ્રામજનોનાં સાથ સહકારથી જીર્ણોધ્ધાર કરેલ છે. આજે મોળાકત, જયા પાર્વતી, ફુલકાજલી જેવા વ્રતની પુંજનવિધિ આ મંદિરનાં પટાંગણમાં કરવામાં આવે છે. ભગવાન હાટકેશ્વર મહાદેવ ભકતોની મનોકામનાં પૂર્ણ કરે છે. એકવાર આ મંદિરની મુલાકાત લેવી જરૂરી છે. હાલમાં આ મંદિરની સેવા પુજા ત્રિવેદી પરિવારનાં શ્રી નિકેશભાઇ ત્રિવેદી અને મયંકભાઇ ત્રિવેદી કરી રહ્યા છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
