<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મુફતી સલમાન અઝહરીને પાસાની કાર્યવાહીમાં રાહત આપવા રજુઆત

જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે મુખ્‍યમંત્રીને પત્ર લખ્‍યો

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨: જૂનાગઢ ખાતેના અગાઉ એક કાર્યક્રમમાં મુફ્‌તી સલમાન અઝહરી દ્વારા કરવામાં આવેલ એક ભાષણ બાદ તેમના ઉપર અલગ અલગ જગ્‍યાએ ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં તેમને જામીન મળ્‍યા બાદ તેમના ઉપર પાસાની કાર્યવાહી કરવામાં આવેલ જેમાં તેઓને રાહત આપી જામીન આપવા માફી આપવા રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદ્દીન ફોગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે તેઓએ વ્‍યક્‍તિ ગત કોઈની વાત નથી કરેલ છતાં આવી ટિપ્‍પણી તેઓએ ન કરવી જોઈતી હતી જેમાં કોઈપણ ની લાગણી દુભાય હોય તો અમો માફી માંગીએ છીએ.મુફ્‌તી સલમાન અઝહરી મુસ્‍લિમ સમાજના આદરણીય છે ઘણા સમય થી તેઓ જેલમાં છે અને તેમના પર એક તરફી કાર્યવાહી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તેઓ બુઝર્ગ મોટી ઉંમરનાં હોય કોઈની લાગણીને ઠેસ પહોંચે તેવો તેમનો ઈરાદો ન હતો તેમના ઉપર આવી કાર્યવાહી થઈ છે જેમાં અમે મુસ્‍લિમ સમાજ આઘાતમાં છીએ આ ભૂલને માફ કરી તેમના પર થયેલ તમામ ફરિયાદોમાં તેમજ તેમના ઉપર થયેલ પાસાની કાર્યવાહીમાં તેમને રાહત આપવા માંગણી છે.

(11:27 AM IST)