News of Monday, 2nd September 2024
બગસરામાં બે ગાયોના મોત
સ્ટ્રીટ લાઇટ ફિટિંગમાં પાલિકાની બેદરકારીથી માલિકને પણ વીજ કરંટ લાગ્યો

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.૨: નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈટ ફીટીંગ વખતે રાખવામાં આવતી બેદરકારીને પગલે બગસરામાં બે ગાયોના મોત નીપજ્યા હતા તેમજ માલિક વીજ કરંટ લાગ્યા બાદ માંડ બચ્યો હતો.
વાયરના જોડાણ વખતે ત્યાં ટેપ લગાડવામાં આવતી ન હોવાની ફરિયાદ અનેક વખત કરવામાં આવેલ છે પરંતુ આ ટેપના લગાડેલ હોવાથી નદીપરા વિસ્તારમાં નનુભાઈ રૈયાભાઈ ભરવાડ ને ત્યાં બે ગાયો વાડામાં બાંધેલી હતી જે વાડાના લોખંડના દરવાજા સાથે સ્ટ્રીટ લાઇટ નો વીજવાયર સંપર્કમાં આવતા વાડામાં રહેલ બંને ગાયોના વીજ કરંટથી મોત નીપજ્યા હતા. આ બાબતે કંઈક અજબ તો બન્યું હોવાની શંકાથી નાનુભાઈ પોતે વાડામાં આવતા હતા તે સમયે તેમને પણ વીજ કરંટ લાગતા દુર ફંગોળાયા હતા જોકે તેમનો આકસ્મિક બચાવ થયો હતો.
વીજવાયરો ની ચકાસણી કરી જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક ટેપ લગાડી સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. જેથી આવા અબોલ પ્રાણીઓના જીવ બચાવી શકાય આ ઉપરાંત એક ગાય તેમાં બે જીવ હતી એટલે તેમાં ત્રણ જે શોર્ટથી ગુમાવ્યા હતા
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
