<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણના અંતિમ સોમવારે પુષ્‍પદર્શન શ્રૃંગાર

પાલખી યાત્રા, દિપમાલા, મધ્‍યાહન મહાપૂજા સહિતનો લાભ લેતા ભાવિકો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૨ : શ્રાવણ માસના પાંચમા સોમવારે ભોળાનાથને શિશ નમાવવા દેશ વિદેશથી હજારો ભાવિકો ઉમટી પડેલ હતા સવારે ૪ વાગ્‍યાથી બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં ૫૦ હજારથી વધારે શિવ ભકતો એ ભોળાનાથને શિશ નમાવેલ હતા. દર્શન ખુલતા લાંબી લાઈનો લાગેલ હતી. જય સોમનાથ, હરહર મહાદેવના નાદ સાથે પ્રભાસક્ષેત્ર ગુંજી ઉઠેલ હતુ અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ તેમાં ધ્‍વજા રોહણ,તત્‍કાલ મહાપુજા, બિલ્‍વ પુજા, રૂદ્રાઅભિષેક સહિત મહા મૃત્‍યુજય જાપની હજારો પુજાવિધીઓ નોંધાયેલ હતી.

શ્રાવણ માસના પાંચમા સોમવારે ભોળાનાથ ના દશન કરવા માટે હજારો શિવ ભકતો કાવડીયાઓ પગપાળા ચાલીને આવતા હોય જેથી જુનાગઢથી ઉના સુધીનો રોડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજતો હતો હજારો શિવ ભકતો પવિત્ર ત્રીવેણી નદીમાં સ્‍નાન કરી સવારે ૪ વાગ્‍યે મંદિરના દ્વાર ખુલે તે પહેલા લાંબી લાઈનોમાં ભોળાનાથને શિશ નમાવવા ઉભા હતા.

તા.૨/૯ ના પાંચમા સોમવારે સોમનાથ મંદિર સવારે ૪ વાગ્‍યે મંદિર ના દ્વાર ખુલેલ હતું પ્રાંત મહાપુજા પ્રારંભ સવારે ૬ થી ૭, પ્રાંત આરતી સવારે ૭ થી ૭.૧૫,મહામૃત્‍યુજય યજ્ઞ પ્રારંભ સવારે ૭.૩૦ કલાકે,નુતન ધ્‍વજા રોહણ સવારે ૮ કલાકે,સવાલક્ષ બીલ્‍વપુજા પ્રારંભ સવારે ૮ કલાકે,સંકલ્‍પ તથા પાલખીપુજન તથા યાત્રા સવારે ૯કલાકે, મધ્‍યાન મહાપુજન બપોરે ૧૧ થી ૧૨, મધ્‍યાન આરતી ૧૨ થી ૧૨.૧૫ વાગ્‍યા સુધી માં ૫૦ હજાર થી વધુ શિવભકતો શિશ નમાવેલ હતા તેમજ ત્રીવેણી સંગમ તથા પ્રાંચી પીપળે હજારો લોકોએ પિતૃઓના માક્ષાર્થે પુજાવીધી કરાવેલ હતી.

પાંચમા સોમવારે ગીર સોમનાથ જુનાગઢ જીલ્લા માંથી ૫ હજાર થી વધારે શિવ ભકતો તેમજ કાવડીયા પગપાળા આવતા હોય તેના માટે ઠંડુપાણી ચા કોફી નાસ્‍તો ફારાળની વ્‍યવસ્‍થા અનેક સેવાભાવીસંસ્‍થાઓ દ્વારા હાઈવે ઉપર કરવામાં આવેલ તેમજ પોલીસ, સોમનાથ સીકયુરીટી દ્વારા કડક બંદોબસ્‍ત જણાય તે માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી.

તેમજ તા. ૩/૯/૨૪ ને મંગળવાર ના રોજ શ્રાવણ માસ ના અંતિમ દિવસે સવાલક્ષ બિલ્‍વપુજન ના યજમાનોને ફળદાન વિધી સવારે ૯ થી ૧ વાગ્‍યા સુધી કરાવવામાં આવશે તેમજ સાંજે સાંજે ૫ થી ૮.૩૦ અન્નકુટ દર્શનનું આયોજન કરાયેલ છે.

વેરાવળ સુત્રાપાડા વિસ્‍તારમાં ૩૦૦થી વધુ મંદિરોમાં અનક શિવ મંદિરોમાં અનેક પુજા વિધી કરવામાં આવશે. જેમાં બિલેશ્વર મહાદેવ, અંબાજી મંદિર, કાશી વિશ્વનાથ, તપેશ્વર, બિરલા મંદિર સુત્રાપાડામાં સુખનાથ મહાદેવ,પ્રાંચી માધવરાજી મંદિર સહીતના મંદિરોમાં શ્રાવણ માસનો ભારે ઉત્‍સાહ દેખાય રહેલ છે.

શ્રાવણી માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ

મંદિર ખાતે ભકિતમય ઉજવણી

સોમનાથ મંદિરમાં લઘુરૂદ્ર યજ્ઞ અને જ્‍યોતપૂજન કરવામાં આવ્‍યાઃ મધ્‍યરાત્રિએ મહાઆરતીના દર્શને હજારો શ્રધ્‍ધાળુઓ ઉમટયા

વેરાવળ તા. ૨ : પ્રથમ જયોર્તિલિંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્‍ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે ત્‍યારે આજરોજ પવિત્ર શ્રાવણમાસની માસિક શિવરાત્રિ પ્રણાલિકા અનુસાર અષાઢ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપ યજ્ઞશાળામાં ટ્રસ્‍ટ પરિવાર દ્વારા શાષાોકત પ્રણાલિકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા સ્‍થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક ૧૨૧ રૂદ્રી પાઠ કરાવીને પાઠાત્‍મક લઘુરૂદ્ર કરાવવામાં આવે છે. ત્‍યારે આજે શ્રાવણ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં પાઠાત્‍મક લઘુરૂદ્ર, હોમાત્‍મક લઘુરૂદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્‍યાણની કામના કરવામાં આવી હતી.

સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જયોત પૂજન કરવામાં આવ્‍યું હતું. જયોત પૂજનમાં સોમનાથ ટ્રસ્‍ટના ટ્ર્‌સ્‍ટીᅠશ્રી પ્રવિણભાઇ લહેરી, ગીર સોમનાથ જીલ્લા ન્‍યાયાધિશ પી.એસ. ગઢવી, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ મોટી માત્રામાં ભાવિકો જોડાયા હતા. પૂજનના અંતે શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવેલ.

અષાઢ માસિક શિવરાત્રીના અવસરે રાત્રે મંદિરના પૂજારીશ્રી તેમજ તીર્થ પુરોહિતો દ્વારા મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્‍ય રાત્રિએ ૧૨ વાગ્‍યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્‍યામાં શિવભક્‍તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્‍યા હતા. ‘હરહર મહાદેવ, જય સોમનાથ'ના નાદ થી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્‍યું હતું.

 

(11:32 AM IST)