<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

છોટી કાશીમાં પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસની સોમવતી અમાસના પવિત્ર સંગમે પણ ભગવાન શિવજીનો મહિમા અપરંપાર

નગરના પ્રત્‍યેક શિવાલયોમાં શિવ ભકતો શ્રાવણ માસના સોમવતી અમાસના દર્શનાર્થે ઉમટયાઃ ‘હર હર મહાદેવ'નો નાદ ગૂંજયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર :  ઁછોટી કાશીઁ ના ઉપનામથી પ્રચલિત તેમજ નાના મોટા અનેક શિવાલયો ની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના અંતિમ દિવસ અમાસ અને જોગાનું જોગ સોમવારનો દિવસ  હોવાથી સોમવતી અમાસ નું ખૂબ મહત્‍વ છે, ત્‍યારે  ભગવાન શિવજીની ભક્‍તિ નો મહિમા અપરંપાર જોવા મળ્‍યો હતો. આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અને પાંચમા સોમવારે વહેલી સવારથીજ પ્રત્‍યેક શિવાલયોમાં શિવ ભક્‍તોના ઘોડાપુર જોવા મળ્‍યા હતા, જેઓ ના મુખેથી પવિત્ર શ્રાવણ માસ ના દર્શન સાથે ઁહર હર મહાદેવઁનો નાદ ગૂંજી ઉઠ્‍યો હતો, અને ઘંટારવ સંભળાયો હતો.

  શહેરમાં આજે શ્રાવણ માસ ના અંતિમ અને પાંચમા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્‍તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા અને પુર પ્રકોપથી રક્ષા કાજેની અંતિમ પ્રાર્થના કરી હતી.

 જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્‍યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્‍ય વિસ્‍તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં સોમવતી અમાસે વહેલી સવારથી જ શિવ ભક્‍તો એ દર્શન માટે કતાર લગાવી હતી, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્‍વપત્ર ને માથે ચડાવી દર્શનનો લ્‍હાવો લીધો હતો.

જામનગરના પ્રત્‍યેક શિવાલયોમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શન ની ઝાંખી જોવા મળી હતી, જ્‍યારે નગરના મોટાભાગના શિવાલયો ને ઝળહળતી રોશની થી સજજ બનાવી દેવાયા હતા, જેનો અનન્‍ય નજારો નિહાળીને શિવભક્‍તો સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભાવવિભોર થયા હતા.(

(12:25 PM IST)