News of Monday, 2nd September 2024
જુનાગઢ જટાશંકર મહાદેવના દર્શને સાંઇરામ દવે

જુનાગઢ : ગરવા ગિરનાર ગોદમાં પહાડી વિસ્તારમાં ૪પ૦ પગથીયા ઉપર ખળખળ વહેતા ઝરણાઓની વચ્ચે આવેલ પ્રાચીન જટાશંકર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમ્યાન ભાવિકોની ભીડ જામે છે ત્યારે રાજકોટના સુપ્રસિધ્ધ કલાકાર સાંઇરામ દવે પરિવાર સાથે દાદાના દર્શને આવેલ ત્યારે મંદિરના મહંત પૂ.પુર્ણાનંદબાપુએ તેમને આવકાર્યા હતા અને સાંઇરામ દવે પરિવારે જટાશંકર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ તકે વિરાટભાઇ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને સાંઇરામ દવેએ ઓમ નમ શિવાય, જય સોમનાથનો નાદ સાથે જટાશંકરની જયઘોષ કર્યો હતો. અને સાહિત્યરસ પિરસ્યો હતો. (અહેવાલ - વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
