<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

પોરબંદર કાંઠે બિનવારસી ૧.૮૦ કિલો ચરસ મળ્‍યું

બિનવારસી ચરસ જથ્‍થાની અંદાજે કિૅમત ૧,૬૨ લાખઃ સુરક્ષા એજન્‍સીના ડર ને કારણે ચરસ ભરેલી પ્‍લાસ્‍ટીકની થેલી દરિયામાં ફેંકી દીધાનું અનુમાન એસ.ઓ.જી. દ્વારા ઝીણવટભરી તપાસ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨: અતિ સંવેદનશીલ દરિયાકાંઠે ફરી રેઢુ ચરસ ના પેકેટો મળવાનો સીલસીલો શરૂ થયો છે. નજીકના આડેદર કાંઠે પારદર્શક પ્‍લાસ્‍ટીકની થેલીમાં ૧ કિલો ૮૦ ગ્રામ ચરસનો વધુ જથ્‍થો એસ.ઓ.જી.ની તપાસમાં બિન વારસી મળી આવ્‍યો છે. ઓડેદર દરિયા કાંઠે રેઢુ મળેલ મારાઝુઆના હસીસ (ચરસ) ૧ કિલો ૮૦ ગ્રામ જથ્‍થાની હાલ ની બજાર કિંમત અંદાજે ૧, ૬૨૦૦૦ ની થવા જાય છે. એસ.ઓજી.ના પી.એસ.આઇ પી.ડી. જાદવ વધુ તપાસ ચલાવે છે.

(1:24 PM IST)