<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જુનાગઢ દામોદર કુંડમાં પિતૃતર્પણ માટે ભાવિકો ઉમટયા : એસ.પી.હર્ષદ મહેતાના માર્ગદર્શનમાં ચુસ્‍ત બંદોબસ્‍ત

જુનાગઢ, તા. ર :  દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસ નિમીતે વહેલી સવારથી બહોળી સંખ્‍યામાં ભાવિકો પિતૃતર્પણ માટે ઉમટી પડયા હતા. પિતૃતર્પણનું અનોખુ મહત્‍વ રહ્યું છે. શ્રાવણ માસથી પૂર્ણાહૂતી અને સોમવતી અમાસના રોજ પિતૃતર્પણ પિપળે પાણી રેડવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે. તેવી એક લોકવાયકા અને માન્‍યતા રહેલી છે. ત્‍યારે જુનાગઢ અને આજુબાજુના તેમજ ગામે ગમથી લોકો આ અમાસના રોજ પિતૃતર્પણ માટે આવે છે.

કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિીત જળવાય રહે અને ભાવિકોને ટ્રાફિકની સમસ્‍યા ન નડે તેમજ અન્‍ય મુશ્‍કેલી ન થાય તે માટે ગઇકાલે રાત્રે ૮ કલાક થી એસ.પી. હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. હિતેષ ધાંધલ્‍યા સહિત ર-ડીવાયએસપી, ર-પીઆઇ તેમજ ભવનાથ પોલીસ સ્‍ટેશનના નવનિયુકત પીએસઆઇ આર.એસ. ડામોર શહેર ટ્રાફિક શાખાના પીએસઆઇ એસ.એન. જાડેજા સહિત ૬ ફોજદારો, ૬૭ પોલીસ કર્મીઓ, બોર્ડીર્વોન કેમેરાથી સજ્જ તેમજ ૮ ટ્રાફિક પોલીસ તથા ૧૦ ટીઆરબીના જવાનો અને ૧૦ વોકીટોકી સાથે પોલીસ સંદેશા વ્‍યવહારની વચ્‍ચે અને પપ હોમગાર્ડ જીઆરડી સહિતના બે શિફટમાં આજ રાત્રે ૮ કલાક સુધી રાઉન્‍ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:27 PM IST)