<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

નયારા એનર્જીએ મહાબચત ઉત્‍સવ ૨૦૨૪ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના લીધે ૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધી લંબાવ્‍યો

(મુંબઇ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર : નયારા એનર્જીએ દેશભરમાંથી ગ્રાહકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાના પગલે તેની વાર્ષિક મહાબચત ઉત્‍સવ સ્‍કીમને દેશભરમાં ૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૪ સુધી લંબાવી છે.  આ ખૂબ જ લોકપ્રિય સ્‍કીમ જે ગ્રાહકો પેટ્રોલ પર રૂ. ૨,૦૦૦ કે તેનાથી વધુ ખર્ચ કરે તેમને ઊંચું મૂલ્‍ય આપે છે અને રૂ. ૫૦ની ઇન્‍સ્‍ટન્‍ટ બચત મેળવી શકે છે જ્‍યારે રૂ. ૧,૫૦૦થી રૂ. ૧,૯૯૯ સુધી ખર્ચ કરનારા લોકો તમામ પાર્ટિસિપેટિંગ સ્‍ટેશન્‍સ ખાતેથી રૂ. ૩૦ બચાવી શકે છે. આ પહેલ ડિજિટલ વ્‍યવહારોને પ્રોત્‍સાહિત કરે છે અને માત્ર ડિજિટલ પેમેન્‍ટ માટે જ છે. નયારા એનર્જી ૬,૫૦૦ ફયુઅલ સ્‍ટેશન્‍સથી વધુનું વ્‍યાપક નેટવર્ક ધરાવે છે જે તેને ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ ફયુઅલ રિટેલર બનાવે છે. નેશનલ ક્રિકેટર કે એલ રાહુલ આ કેમ્‍પેઇનનો ચહેરો છે.

આ નવી ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્‍યું હતું કે ઙ્કઆ પહેલની સફળતા નયારા એનર્જીના ગ્રાહકો દ્વારા દર્શાવેલી અપ્રતિમ વફાદારી અને સપોર્ટ માટે તેની ગહન પ્રશંસા વ્‍યક્‍ત કરે છે. નયારા એનર્જીના રિટેલ આઉટલેટ્‍સ ફ્રેન્‍ચાઇઝી અને ગ્રાહકો બંનેને અનોખા લાભો આપે છે અને હાઈવે, શહેરો, ગ્રામીણ વિસ્‍તારો તથા અંતરિયાળ વિસ્‍તારોમાં દેશભરમાં મજબૂત હાજરી ધરાવે છે તથા ભારતમાં મોબિલિટી અને કનેક્‍ટિવિટી વધારવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે.ઙ્ઘ

નયારા એનર્જી તેના રિટેલ આઉટલેટ્‍સ ખાતે આનંદદાયક અનુભવ ઊભો કરવા માટે પ્રયત્‍નશીલ છે અને એનર્જી સેક્‍ટરમાં નવીનતા તથા ગ્રાહક-આધારિત પહેલના શિરમોર રહે છે. કંપની નવીનતમ પ્રોગ્રામ્‍સ તથા ઓફરિંગ્‍સ સાથે ગ્રાહકોનો અનુભવ વધારવા માટે સતત પ્રયાસો કરે છે.

(1:50 PM IST)