<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

ખંભાળીયા પાસે બે બાઇક તથા એક કારમાં આગ લાગતા સળગી ગયા : પંપના બોર્ડમાં પણ આગ : વીજવાયર સળગ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. રઃ પોરબંદર રોડ પર ગઇકાલે રાત્રે એક પેટ્રોલ પંપ પાસે પડેલા બે બાઇક તથા એક કાર સળગતા ભારે દોડધામ મચી ગઇ હતી.

ટાઉન હોલ પાસે આ બાઇક સળગતા તથા કાર સળગતા ભડકા સાથે આગ લાગી હતી તો થોડીવારમાં પેટ્રોલ પંપના બોર્ડ પણ સળગતા તથા ત્‍યાંથી આ આગ મેઇન ઇલકેટ્રીક વાયરોમાં લાગી હતી. શહેર ડે. ઇજનેર શ્રી પંડયા દ્વારા તાકીદે વીજ પુરવઠો બંધ કરાવતા મોટી દુર્ઘટના અટકી હતી.

જો કે એક જ  સમયે આ રોડ પર સળગતા બે બાઇક અને કાર તથા પેટ્રોલ પંપના બોર્ડની આગ એક સાથે ભડકા આગ ના દૃશ્‍યો જોઇ લોકોમાં દોડધામ મચી ગઇ હતી.

આગમાં ડો. પ્રકાશ ધારવીયાની કાર ભસ્‍મીભૂત થઇ હતી તો બજાણાના ચંદ્રેશભાઇ નંદાણીયા સહિત બે વ્‍યકિતના બાઇક સળગી ગયા હતા.

આ પેટ્રોલપંપની ટાંકી સાફ કરવા આપેલા બે કારીગરો દ્વારા ટેંકનો કચરો નાખતા પંપ પર પણ આગ લાગી હતી તો બાઇક અને કાર કઇ રીતે સળગ્‍યા તે બહાર આવ્‍યું નથી. ફાયર ચીફ ઓફિસર મીતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ જીતેન્‍દ્રસિંહ વાઢેર, યોગેશભાઇ, નીમેશભાઇ, સુખદેવીસં, મનસુખભાઇ મારૂ, બ્રીજરાજસિંહ ઇરશારભાઇ વિ. દ્વારા કામગીરી કરી હતી તો જિલ્લા હોમગાર્ડઝ કમાન્‍ડર સંદીપભાઇ ખેતિયા પણ હોમગાર્ડઝ જવાનો સાથે પહોંચી ગયા હતા.

(1:50 PM IST)