News of Monday, 2nd September 2024
જામનગરમાં પત્નિને સાસરીયે તેડવા જતા જમાઈને લમધાર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨: અહીં સીટી સી પોલીસ સ્ટેશનમાં આકાશ ચંદુગીરી ગોસ્વામી, ઉ.વ.રર, રે. ઘંટેશ્વર એસ.આર.પી. કેમ્પની પાસે બાપા સીતારામ ચોક સમય બિલ્ડીંગ નં.એ/ર૦૩ રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૯-ર૦ર૪ના ફરીયાદી આકાશ પોતાની પત્નીને સાસરેથી તેડવા ગયેલ હોય અને તેની પત્નીને માવતરેથી સાસરે લખાણ કર્યા વગર મોકલવાની ના પાડી બોલચાલી કરી બાદ ફરીયાદી આકાશ તથા સાહેદને રસ્તામાં રોકી ગાળો બોલી આરોપી જયેશ ઉર્ફે બાબુ રમેશભાઈ રાઠોડ એ પોતાના પાસે રહેલ છરી વડે ફરીયાદી આકાશને તથા સાહેદને કપાળના ભાગે ઈજા કરી તેમજ આરોપી દિપક ઉર્ફે દિપુ શશીભાઈ પરમાર એ પોતાના હાથમાં પહેરેલ લોખંડના કડા વડે ફરીયાદી આકાશ તથા સાહેદને મારમારી ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
વીજ શોક લાગતા યુવાનનું મોત
જોડીયા ગામે જલારામ સોસાયટીમાં રહેતા મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ઉ.વ.૪૬ વાળા એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮-૮-ર૦રર૪ના લાલવાડી, શાંતીવીલા સોસાયટી શેરી નં.૧, જામનગરમાં મરણજનાર કનકસિંહ રવુભા જાડેજા, ઉ.વ.૪૮ વાળાને શરીરે વીજ શોક લાગતા નીચે પાણીમાં પડી જતા વધુ પાણી પી જવાથી સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મરણ ગયેલ છે.
યુવકની તબીયત લથડતા મૃત્યુ
અહીં શંકરટેકરીમાં રહેતા નિશિત નાથાભાઈ ઝાલાએ જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર નાથાભાઈ દામજીભાઈ ઝાલા ઉ.વ. ૪૭ની તા. ૧ ના રોજ અચાનક તબીયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતા.
કાલાવડમાં યુવકનું હાર્ટએટેકના કારણે મોત
મુળ કાલાવડ અને હાલ રાજકોટમાં રહેતા વલ્લભભાઈ શામજીભાઈ રાખોલીયાએ કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર તેમના પુત્ર પારસ ઉર્ફે શકિત વલ્લભભાઈ રાખોલીયા ઉ.વ. ૪૧ રહે. શિવમનગર કાલાવડવાળાને તા. ૧ ના રોજ પોતાના ઘેર સુતા હોય તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓનું હાર્ટએટેકના કારણે મૃત્યું નિપજયાનું જાહેર કરેલ છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
