News of Monday, 2nd September 2024
પીપળાનાં વળક્ષ ધરાવતા શિવાલયોમાં ભક્તોની વિશેષ ભીડ
છોટીકાશીમાં શ્રાવણ મહિનાની સોમવતી અમાસે પિતળ કળપા માટે પીપળા પૂજન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨ : છોટીકાશી કહેવાતા જામનગરમાં શ્રાવણ મહિનાની અમાસ સોમવારે હોય ભોળાનાથનાં ભક્તોમાં આજનાં દિને શિવ આરાધનાનો બમણો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો ઉમટયા હતાં. શ્રાવણ મહિનાની અમાસનાં પિતળ પૂજનનું ખાસ મહત્વ હોય સનાતન હિંદુ ધર્મની પરંપરા મુજબ પિતળ કળપા માટે લોકોએ પીપળે પાણી રેડીને પૂર્વજોનાં આશીર્વાદ મેળવવા પ્રયાસ કર્યો હતો. નગરનાં પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉપરાંત શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સહિતનાં એવા શિવાલયો કે જ્યાં પીપળાનું વળક્ષ પણ હોય ત્યાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી હતી. ઘણા શિવાલયો તથા ધર્મસ્થાનોમાં નારાયણ બલિ જેવા પિતળ કાર્યો પણ કરવામાં આવ્યા હતાં. લોકોએ શ્રાવણ મહિનાનાં અંતિમ દિને ભોળાનાથની સાથે જ પૂર્વજોને પણ રિઝવવા ધર્મકાર્ય કર્યા હતાં.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
