<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત : લોકોને કેશડોલ્સ અને ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવાનું શરૂ

લાભાર્થીઓના બેન્ક ખાતામાં સીધી સહાયની રકમ જમા કરાઇ, મૃત્યુ, ઈજા, પશુ મોત, આંશિક પાકા મકાન. ઝૂપડાને નુકસાનીની સહાય ઉપરાંત કેશડોલ્સ ચૂકવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને કુલ રૂ. ૬૪,૭૯૨૦ રકમની કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરોમાં ૬૭૦ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૨૧.૧૭ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. અસરગ્રસ્તોની સાથે સંપૂર્ણ સંવેદનાથી ઊભી રહેલી સરકારે અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવણી કરવાની પ્રક્રિયા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૧૬૯૩ વ્યક્તિઓને કુલ રૂ. ૬,૪૭,૯૨૦ લાખની મળવાપાત્ર આર્થિક સહાય રૂપ કેશડોલ્સ ચૂકવી દેવામાં આવી છે. આ જ રીતે ઘરવખરીમાં ૬૭૦ કુટુંબોને રૂ. ૨૧,૧૭,૫૦૦ની ચુકવણી, ૧૨૭૨ પશુ મૃત્યુના કેસમાં અત્યારસુધી ૪૨૩ પશુઓ માટે રૂ. ૧૭,૭૨,૫૦૦ની સહાય ચુકવી દેવાઇ છે જયારે ૧૦૯૮ પશુઓની સહાય ચુકવવાની કામગીરી ચાલી રહી છે. જયારે આંશિક પાકા મકાન, આંશિક કાચા મકાન, ઝુંપડા સહાય, માનવ મૃત્યુ તથા માનવ ઇજામાં સહાય આપવાની કામગીરી ચાલુમાં છે. સંપૂર્ણ કાચા મકાન સહાયમાં ચુકવવા પાત્ર  રૂ. ૧,૨૦,૦૦૦ની સહાય ચુકવાઇ છે. તમામ લાભાર્થીઓને DBT મારફતે સીધી બેન્ક ખાતામાં સહાયની ચુકવણી કરવામાં આવેલી છે.

(2:12 PM IST)