News of Monday, 2nd September 2024
સોમવતી અમાસ, પિતૃ તર્પણ, મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી.
અમાસના પાવન પર્વે પિતૃઓને પાણી પાવા અને દર્શન કરવા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : આજે શ્રાવણ માસના અંતિમ દિવસે સોમવતી અમાસના પાવન પર્વે પિતૃઓને પાણી પાવા અને દર્શન કરવા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
શ્રાવણ માસના અમાસના દિવસે પિતૃ તર્પણનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે આજે પિતૃ તર્પણ માટે મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર, વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર, મોરબીના કુબેરનાથ મહાદેવ મંદિર સહિતના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી પિતૃ તર્પણ કરી મહાદેવના દર્શન કર્યા હતા શહેરના અને જીલ્લાના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
