<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

શ્રાવણના પાંચમા સોમવારે -સોમવતી અમાસે સોમનાથ મંદિરે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો

સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા

સોમનાથ :શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે અને આજથી શ્રાવણમાસની પૂર્ણાહુતિ થવાની છે. ત્યારે શ્રાવણના અંતિમ દિવસે પૂણ્યનું ભાથુ બાંધવા માટે ભક્તોનો માનવમહેરામણ સોમનાથ મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યુ હતુ.

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ સોમવાર છે, જેના પગલે રાજ્યભરના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. સોમનાથમાં શ્રાવણના પાંચમા સોમવાર અને સોમવતી અમાસે ભક્તોનો શ્રદ્ધાસાગર ઉમટ્યો હતો.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં સવારે 10 વાગ્યા સુધીમાં 35000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા

સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ તીર્થ ઉમટયા હતા

શિવજીની આરાધનાના શિવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા

(6:55 PM IST)