News of Tuesday, 3rd September 2024
જિલ્લાના ભાજપ મહિલા પ્રમુખ સોનલબેન વસાણીની હરિયાણા ચૂંટણીમાં નિમણૂક

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૩: જસદણ ભાજપના અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીની હરિયાણાની ચૂંટણીમાં પ્રચાર કામગીરી માટે પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરવામાં આવી છે.ગુજરાત પ્રદેશ ભાજપ હાઈકમાન્ડની સૂચના અનુસાર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન વસાણી હરિયાણા જવા રવાના થયા છે.હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ હાઈકમાંડ અને પ્રદેશ ભાજપ મહિલા અધ્યક્ષા દીપિકાબેન સરડવાજીએ સૌરાષ્ટ્રમાંથી રાજકોટ જિલ્લાના અધ્યક્ષા સોનલબેન વસાણીને હરિયાણા રાજયમાં જવાબદારીᅠ સોંપી છે. રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા સોનલબેન વસાણી કે જેઓ રઘુવંશી સમાજનુ આસ્થાનુ કેન્દ્ર રામધામનાં મહિલા અઘ્યક્ષ પણ છે. બાહોશ કાર્યકર્તા છે. હરિયાણામાં પ્રચાર કરી સભાઓ ગજવશે. અગાઉ પણ યુપી, એમપી, બિહાર જેવા અનેક રાજયોમાં સોનલબેનને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે આ વખતે હરિયાણાના રોહતકમાં સભાઓ ગજવશે.ᅠ સોનલબેનને આવી મહત્વની જવાબદારી મળતા જસદણ સહિત સમગ્ર રાજકોટ જિલ્લાના ભાજપમાં કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાણી છે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
