News of Tuesday, 3rd September 2024
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી અવસરે બોટાદ તથા રાણપુરમાં ભાવાંજલિ અર્પણ

રાજકોટ તા. ૩ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૮મી જન્મજયંતી અવસરે એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ તથા કર્મભૂમિ રાણપુર સ્થિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થઈ હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટના ણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
બોટાદ ખાતે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પાલજીભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડો. જિન્સી રાજય (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ), જિલ્લા પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયા (આઈપીએસ), એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરીયા, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલીયા, ઉપપ્રમુખ હરેશભાઈ પીઠવા અને કેતનભાઈ સોની, મહામંત્રી રમેશભાઈ ચાવડા, કિશોરભાઈ પાટીવાલા, મયુરસિંહ ભાટી, વિશ્વ હિંદુ પરિષદના સતુભાઈ ધાધલ, સામતભાઈ જેબલીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
રાણપુર ખાતે પીએસઆઈ ગીતાબેન આહીર, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી, પ્રકાશભાઈ સોની, રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, રમેશભાઈ બદ્રેશિયા, વામનભાઈ સોલંકી, રફીકભાઈ ખલીફા, હસુભાઈ ઘાઘરેટીયા, અબ્બાસભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં એમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં, સદાય અજરામર રહેશે તેવી સહુએ અંજલિ અર્પી હતી.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત કર્મ-નિર્વાણભૂમિ બોટાદનો પણ સમાવેશ કરવામાં આવે તેવી લોકલાગણી છે.
* આલેખન *
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
