<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

મોડીરાત્રે જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ સામે લાઈન ટ્રી હોટલમાં અચાનક ભીષણ આગ ભભૂકી : જુઓ વિડિઓ

પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન; આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો

(મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગરના ધનવંતરી ગ્રાઉન્ડ સામે આવેલ લાઈન ટ્રી હોટલમાં મોડી રાત્રે અચાનક જ ભીષણ આગ લાગતા ફાયર ફાઇટરો સાથે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા છે. અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:11 AM IST)