<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

વિનસ પાઈપ સામે ડીઆરઆઈની તપાસને પગલે ચર્ચા

ઇન્‍દોર ડીઆરઆઈ દ્વારા ડ્‍યુટી ચોરી અંગે તપાસ શરૂ થયાના સમાચારોએ વ્‍યાપાર જગતમાં હલચલ સર્જીઃ જોકે, કંપનીના સંચાલકો આને રૂટિન તપાસ ગણાવી રહ્યા છે જયારે તપાસનીશ સરકારી એજન્‍સી ડીઆરઆઈએ હજી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪: આઈપીઓ અને ત્‍યાર બાદ શેર બજારમાં ભાવ વધારાના કારણે કચ્‍છમાં યુનિટ ધરાવતી વિનસ પાઈપ કંપની ન્‍યૂઝ ફલેશમાં છે.

કચ્‍છના જ ઉદ્યોગકારો દ્વારા સંકળાયેલ વિનસ પાઇપ સામે ઇન્‍દોર ડીઆરઆઈ દ્વારા ડ્‍યુટી ચોરી અંગે તપાસ શરૂ થયાના સમાચારોએ વ્‍યાપાર જગતમાં હલચલ સર્જી છે. જોકે, કંપનીના સંચાલકો આને રૂટિન તપાસ ગણાવી રહ્યા છે. જયારે તપાસનીશ

 સરકારી એજન્‍સી ડીઆરઆઈએ હજી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. આ તપાસ જીએસટી સંબંધિત છે કે આયાત નિકાસ ની કસ્‍ટમ ડ્‍યુટી ચોરી અંગે છે એ વિશે કોઇ પણ સત્તાવાર માહિતી નથી. કેન્‍દ્ર સરકારની એજન્‍સીઓ પીઆઈબી પ્રેસ ઈન્‍ફોર્મેશન બ્‍યુરો જેવી કેન્‍દ્રીય સરકારી ઇન્‍ફોર્મેશન એજન્‍સીની મદદ લઇ સત્તાવાર ન્‍યૂઝ બુલેટિન મીડિયા ને મોકલી શકે છે. પણ મોટે ભાગે એવું થતું નથી. શા માટે? એ ચર્ચાનો વિષય હોઈ શકે છે.

(10:49 AM IST)