<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પુના ભાજપનું શાસનઃ પ્રમુખપદે નરસિંહભાઇ ત્રીજી વખત બિનહરીફ

(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૪: તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ પદની યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપ પ્રેરિત પેનલના નરસિંહભાઇ ડોબરિયા ત્રીજી વખત બિનહરીફ ચૂંટાઇ આવ્‍યા છે.

તાલુકા ખરીદ વેચાણ સંઘ ની ઓફિસમાં ઉનાના મામલતદારશ્રી ભોજાણી ના અધ્‍યક્ષ સ્‍થાને પ્રમુખ પદ ની ચુંટણી યોજાયેલ જેમાં ખરીદ વેચાણ સંઘ ના ૧૫ પૈકી ૧૪ ડિરેકટરો હાજર રહેલા જેમાં ભાજપ પ્રેરીત પેનલ ના તમામ ડિરેકટરો હાજર રહેલ જેમાં પટેલ સમાજ ના અગ્રણી  નરસિંહભાઈ ડોબરીયા એ પ્રમુખ ના દાવેદાર તરીકે ફોર્મ ભરેલ જેની સામે અન્‍ય કોઈ ડિરેકટરે દાવેદારી ના નોંધાવતાં ચુંટણી અધિકારી મામલતદારે પ્રમુખ તરીકે નરસિંહભાઈ ડોબરીયા ને પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરતાં ઉપસ્‍થિત ડિરેકટરો એ તેમજ ધારાસભ્‍ય કાળુભાઈ રાઠોડે આ નિમણૂક ને આવકારી અભિનંદન આપેલ.

સતત ત્રીજી વખત નરસિંહભાઈ ડોબરીયા સંઘ ના પ્રમુખ તરીકે ચુંટાઈ આવેલ ત્‍યાર બાદ ભાજપ પ્રેરીત પેનલ ના તમામ ડિરેકટરો અને આગેવાનો જેમાં તાલુકા ભાજપ પ્રમુખ બાબુ ભાઈ ચૌહાણ,  સામતભાઈ  ચારણીયા,કાંતિભાઈ છગ, ડાયાભાઈ ઝાલોધરા,વિશાલભાઈ વોરા,વિનોદભાઈ બામભણિયા સહિત ના આગેવાનો નગરપાલિકા ભવન ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને હાર તોરા કર્યા હતા અને પ્રમુખની નિમણૂકને આવકારી હતી આમ ફરી એક વખત સહકારી સંસ્‍થામા ભાજપ નો હાથ ઉપર રહેલ હતો.

તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ માટે ની નિમણૂકની મામલતદારના અધ્‍યક્ષ સ્‍થાને રાખવામાં આવેલ બેઠક મા સંઘના ડિરેકટર તરીકે બિનહરીફ ચુંટાયેલા કોંગ્રેસ પ્રેરીત પેનલના પૂર્વ ધારાસભ્‍ય પુંજાભાઈ વંશ ગેરહાજર રહ્યા હતા.

(2:19 PM IST)